૧૮ એપ્રિલે એટલે કે ૧ વર્ષ અગાઉ ઇન્ડિયન
પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની શરૃઆત થઇ
હતી. હાલ રમાઇ રહેલી છઠ્ઠી સિઝન સાથે જ
આઇપીએલમાં થયેલા કુલ રનનો આંક ૧ લાખ ઉપર
પહોંચી ગયો છે. આઇપીએલ-૬ અગાઉ કુલ પાંચ
સિઝનમાં ૯૬૭૨૨ રન થયા હતા. આમ,
પ્રતિ સિઝન સરેરાશ ૧૯,૩૪૪ રન થયા છે.
આઇપીએલમાં અત્યાર સુધી કુલ છ બેટ્સમેન ૨
હજાર કરતાં વધુ રન નોંધાવી ચૂક્યા છે. આ
ઉપરાંત કુલ ૩૨ વાર ટીમે ૨૦૦
કરતાં વધુનો સ્કોર કર્યો છે. એક જ
સિઝનમાં સૌથી વધુ ૨૮૩૧ રન
કરવાનો રેકોર્ડ ચેન્નાઇ સુપર કિંગ્સને નામે
છે, ગઇ સિઝનમાં ધોનીની ટીમે આ
સિદ્ધિ મેળવી હતી. આઇપીએલમાં આવા જ
કેટલાક રસપ્રદ રેકોર્ડ ઉપર એક નજર..
કુલ રન ૧,૦૩,૨૯૧
૨૫.૬૧ પ્રતિ વિકેટ એવરેજ, ૨૦
ઓવરમાં સરેરાશ ૧૫૭.૭૧ રન
૭.૮૯ પ્રતિ ઓવર એવરેજ, પ્રતિ ઇનિંગ્સ
સરેરાશ ૫.૮૭ વિકેટ
૩૨૫૦ સિક્સ અત્યાર સૂુધી જોવા મળી છે,
૯૧૫૯ બાઉન્ડ્રી અત્યાર સુધી જોવા મળી છે.
૬.૩૨ દરેક બોલે બાઉન્ડ્રી કે સિક્સ,
પ્રતિ ૨૪ બોલે એક સિક્સ
સૌથી વધુ રનનો રેકોર્ડ
૧૩૩૧૪ રન ચેન્નાઇ સુપર કિંગ્સે
આઇપીએલમાં કુલ નોંધાવ્યા છે, જે અન્ય ટીમ
કરતાં સૌથી વધુ છે.
૩૦.૧૮ રન પ્રતિ વિકેટની એવરેજ
બોલિંગમાં સર્વશ્રેષ્ઠ મુંબઇ ઇન્ડિયન્સ
૨૨.૯૪ની એવરેજથી ૫૧૫ વિકેટ
૭.૩૪ રન પ્રતિ ઓવર ઇકોનોમી રેટ
વિકેટની રીતે સિઝનમાં શ્રેષ્ઠ દેખાવ
૨૦૦૯ માં ચેમ્પિયન બની ડેક્કન ચાર્જર્સ
૨૧.૭૦ની એવરેજથી ૧૧૦ વિકેટ
એક સિઝનમાં શ્રેષ્ઠ બોલિંગ એવરેજ
૨૦૦૯ દિલ્હી ડેરડેવિલ્સ
૨૦.૩૫ની એવરેજથી ૧૦૬ વિકેટ: