નવી દિલ્હીઃ યુનિયન કેબિનેટે ગુરુવારે
કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં
મંજૂરી આપી દીધી છે.
જેને પગલે કેન્દ્રીય કર્મચારીઓનું
મોંઘવારી ભથ્થુ પ્રવર્તમાન 72%થી વધીને
80% થશે. આનો લાભ આશરે 50 લાખ કેન્દ્રીય
કર્મચારીઓ તેમજ 30 લાખ પેન્શનરોને મળશે.
મોંઘવારી ભથ્થામાં વધારો ચાલુ વર્ષ એટલે કે
1 જાન્યુઆરી 2013થી અમલી બનશે. કેબિનેટે
મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાથી સરકાર
વધારાનો 8,629.20 કરોડનો બોજ પડશે.
નાણામંત્રાલય દ્વારા કેન્દ્રીય
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ક
કરાઈ હતી જેને કેબિનેટની લીલીઝંડી મળી ગઈ
છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે
સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીઓનું
મોંઘવારી ભથ્થુ વધારીને 72
ટકા કરવામાં આવ્યું હતું જેનો અમલ 1 જુલાઈ
2012થી કરવામાં આવ્યો હતો.