News flash ::

News flash ::- >>>>>>Breaking news :: 6 % D.A. મંજૂર... ગુજરાત સરકારે આપી મંજુરી ૧લી જાન્યુઆરીથી લાગુ... >>>💥SSC/GSHEB Board Result Date STD.10 -O2.6.2015 STD 12 Science 25.5.2015 STD.12 ARTS 30.5.2015

સુવિચાર :-

સુવિચાર :- " જયાં સુધી માનવી પ઼યત્ન કરતો રહેશે, ત્યાં સુધી ભૂલ તો થતી જ રહેવાની...."

Tuesday 28 May 2013

ગઝલ....

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ
રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને
ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ
ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ
ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને
શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

Wednesday 1 May 2013

રાજ્યમાં નવા 7 જિલ્લા અને 22 તાલુકા આજથી અમલી

રાજ્યમાં નવા 7 જિલ્લા અને 22
તાલુકા આજથી અમલી
7 નવા જિલ્લાઓ અમલી
•- ગીર-સોમનાથ
- દ્વારકા
- બોટાદ
- મોરબી
- અરવલ્લી
- છોટાઉદેપુર
- મહિસાગર
22 નવા તાલુકાઓ અમલી
- ગીર-ગઢડા
- જોટાણા
- નેત્રંગ
- સૂઈગામ
- થાનગઢ
- ધોલેરા
- વિંછીયા
- ફાગવેલ
- ગળતેશ્વર
- બોડેલી
- પોશીના
- સંજેલી
- સૂબીર
- જૂનાગઢ
- લાખણી
- ગોઝારિયા
- જેસર
- ખેરગામ
- શંખેશ્વર
- સરસ્વતી
- વાપી
- વઘઈ