News flash ::

News flash ::- >>>>>>Breaking news :: 6 % D.A. મંજૂર... ગુજરાત સરકારે આપી મંજુરી ૧લી જાન્યુઆરીથી લાગુ... >>>💥SSC/GSHEB Board Result Date STD.10 -O2.6.2015 STD 12 Science 25.5.2015 STD.12 ARTS 30.5.2015

સુવિચાર :-

સુવિચાર :- " જયાં સુધી માનવી પ઼યત્ન કરતો રહેશે, ત્યાં સુધી ભૂલ તો થતી જ રહેવાની...."

Thursday 18 April 2013

ધો. ૬થી ૧૨ના પુસ્તકો જૂનથી બદલાશે Apr 18, 2013

અમદાવાદ :
શાળાઓમાં ઉનાળું વેકેશન શરૂ થઇ ગયુ છે ત્યારે ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળે નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે જૂન-૨૦૧૩થી ક્રમશ પ્રથમ અને
દ્વિતીય સત્રથી ધો. ૬થી૮નો ગુજરાતી માધ્યમ સિવાયના માધ્યમનો અભ્યાસક્રમ બદલવાનું નક્કી કર્યં છે.આથી ધો. ૬થી૮ના અંગ્રેજી,
હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી માધ્યમના પુસ્તકો બદલાશે. ઉલ્લેખનીય છે કે ધો. ૬થી૮ના ગુજરાતી માધ્યમના પુસ્તકો ગયા વર્ષે
બદલાયા હતા. ધો. ૯,૧૦,૧૧,૧૨ના અમુક વિષયોના પુસ્તકો બદલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ઉપલબ્ધ થઇ જશે તેવું
મંડળના કાર્યકારી ચેરમેન એચ.કે.પટેલે કહ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ધો. ૮ પ્રાથમિકમાં જતા કેટલાક અગત્યાના પ્રકરણોનો સમાવેશ
ધો. ૮ અને ૯માં ઉમેરવામાં આવ્યા છે. જયારે ધો. ૯,૧૧ના કોમ્પ્યુટરના વિષયમાં ઓપન સોર્સ સોફટવેરનું પ્રકરણ દાખલ કરાયુ છે.
કોમ્પ્યુટરના વિષયનું પુસ્તક આગામી વર્ષે ધો. ૧૦,૧૨માં બદલવામાં આવશે.
ધોરણ વિષય માધ્યમ
ધોરણ-૬ થી ૮ ૧ પ્રથમ ભાષા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી
૨ ગણિત પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ
૩ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ સત્ર અને
દ્વિતીય સત્રની વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંદી, તમિલ
૪ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર અને દ્વિતીય
સત્રની વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ
૫ સંસ્કૃત પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ અંગ્રેજી, હિન્દી, મરાઠી
ધોરણ-૯ ૧ સંસ્કૃત ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી
૨ કોમ્પ્યુટર અધ્યયન ગુજરાતી, અંગ્રેજી, હિન્દી
ધોરણ-૧૦ ૧ સામાજિક વિજ્ઞાન સ્વ-અધ્યયનપોથી (સંર્વિધત) ગુજરાતી તેમજ અંગ્રેજી
૨ અંગ્રેજી સ્વ-અધ્યયનપોથી (સંર્વિધત) ગુજરાતી
ધોરણ-૧૧ ૧ કોમ્પ્યુટર અધ્યયન ગુજરાતી, અંગ્રેજી, હિન્દી
ધોરણ-૧૨ ૧ અંગ્રેજી-સ્વ અધ્યયનપોથી (સંર્વિધત) ગુજરાતી
ધોરણ-૯ ૧ વ્યાકરણમ (સંર્વિધત) સંસ્કૃત
૨ કાવ્યમ (સંર્વિધત)
૩ સામાજિક વિજ્ઞાનમ (સંર્વિધત)
૪ પૌરોહિત્યમ (સંર્વિધત)
૫ ગણિત (સંર્વિધત)
૬ વિજ્ઞાન ટેકનોલોજી (સંર્વિધત)
ધોરણ-૬ થી ૮ ૧ ચિત્રકળા (શિક્ષક આવૃત્તિ) ગુજરાતી તથા અન્ય માધ્યમો
૨ સંગીત (શિક્ષક આવૃત્તિ)
૩ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ આવૃત્તિ (શિક્ષક આવૃત્તિ)
૪ કાર્યાનુભવ (શિક્ષક આવૃત્તિ)