Bhaskar News, Bhavanagar | Oct 03-
વર્ગ-૩ના કેળવણી નિરીક્ષકમાંથી વર્ગ-૨ની અપગ્રેડ પોસ્ટ
- ભાવનગર જિલ્લા સહિતના તાલુકાઓમાં નવી પોસ્ટ માટે પ૦ ટકા જગ્યાઓ પર
સીધી ભરતી કરાશે
વર્ગ-૩ના કેળવણી નિરીક્ષકોની પોસ્ટ વર્ગ-૨ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે
અપગ્રેડ કરીને હાલના સમયે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ૨૨પ જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.
જેમાં ભાવનગર જિલ્લા સહિતના તાલુકાઓમાં પ૦ ટકા જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા, સુચારૂ વહિવટ, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ
કન્યા કેળવણી પર વધારે લક્ષ્ય આપવાના હેતુથી રાજય સરકાર દ્વારા આ નવી પોસ્ટ
ઉભી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના નાયબ સચિવ અનંત પટેલના પરિપત્ર મુજબ
નવી પોસ્ટના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પગાર ધોરણ રૂ.૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ પે.પ૪૦૦
રહેશે.
હાલમાં સમગ્ર ભાવનગર જિલ્લાનો પ્રાથમિક શિક્ષણનો વહિવટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ
સાંભળી રહ્યા છે. હવે પછીથી આ ભરતી થયા બાદ તાલુકા કક્ષાએ પણ પ્રાથમિક
શિક્ષણાધિકારી વહિવટી પ્રક્રિયા સંભાળશે. જેની જવાબદારી અત્યાર સુધી કેળવણી નિરીક્ષકો પણ
સંભાળતા હતા. અન્ય પ૦ ટકા જગ્યાઓ કેળવણી નિરીક્ષકોને બઢતી આપીને અથવા સેમી ડાયરેકટ