પાના

Friday, 18 October 2013

ગુજરાતમાં સરકારી કમૅચારીઓના મોંધવારી ભથ્થામાં 10%નો વધારો . તારીખ.01/07/2013થી અમલ.


રાજ્યના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ: DAમાં ૧૦ ટકા વધારો
૧-૭-૨૦૧૩ની અસરથી મોંઘવારી ભથ્થું ૮૦ ટકાથી વધીને ૯૦
ટકા: ચોથા વર્ગના કર્મચારીઓને ૨૦૦૦ પેશગી મંજૂર
૮૭૩૦૦૦ કર્મચારી અને પેન્શનરોને લાભ: વાર્ષિક ૧૩૨૩
કરોડનો વધારાનો બોજ
ગાંધીનગર, તા.૧૮ : કેન્દ્રીય કર્મચારીઓની તર્જ ઉપર જ હવે
રાજ્ય સરકારના કર્મચારીઓને પણ
મોંઘવારી ભથ્થામાં વધારારૂપી દિવાળી ભેંટ મળી છે. ગુજરાત સરકારે
૧-૭-૨૦૧૩ની અસરથી મોંઘવારી ભથ્થામાં ૧૦
ટકા વધારો જાહેર કર્યો છે. આમ મોંઘવારી ભથ્થાનો દર ૮૦
ટકાથી વધીને ૯૦ ટકા થયો છે. આ ઉપરાંત
ચોથા વર્ગના કર્મચારીઓને પણ ખુશ કરતાં રાજ્ય સરકારે
દિવાળી પર્વ નિમિત્તે ૨૦૦૦ રૂપિયાની પેશગીનો નિર્ણય
લીધો છે. મોંઘવારી ભથ્થામાં વધારાના આ
નિર્ણયથી રાજ્યના ૪૮૬૦૦૦ કર્મચારી અને ૩૮૭૦૦૦
પેન્શનરોને લાભ મળશે.
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ૧૦
ટકાનો વધારો આપવાનું નક્કી કર્યું છે. હાલ જે ભથ્થુ ૮૦ટકા મળે
છે તે હવે ૯૦ ટકાના દરે ચુકવવામાં આવશે. તેમ
રાજ્યના નાણાં પ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.
નાણાં પ્રધાને ઉમેર્યુ હતું કે, મોંઘવારી ભથ્થામાં દસ
ટકાના વધારાના નિર્ણયથી કુલ ૪,૮૬,૦૦૦ કર્મચારીઓને
આનો લાભ મળવાપાત્ર થશે. આ ઉપરાંત્ત ૩,૮૭,૦૦૦
પેન્શનરોને પણ આ લાભ મળવાપાત્ર થશે. આમ
કરવાથી રાજ્યની તિજોરી પર અંદાજીત વાર્ષિક રૂા.૧૩૨૩
કરોડનો વધારાનો નાણાંકીય બોજ પડશે. આ નિર્ણયનો લાભ
રાજ્ય સરકારના કમર્ચારીઓ, પંચાયતના કર્મચારીઓ તેમજ અગાઉ
જે ગ્રાન્ટ ઇન એઇડના સંસ્થાઓને
મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળવાપાત્ર
થતો હતો તેવા ગ્રાન્ટ ઇન એઇડના કર્મચારીઓને આ લાભ
મળવાપાત્ર થશે. આ મોંઘવારી ભથ્થુ રાજ્ય
સરકારના કર્મચારીઓને
૧-૭-૨૦૧૩થી રોકડમાં ચૂકવવામાં આવશે.