પાના

Thursday, 18 April 2013

ગઝલ.....

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો!
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
કોઈ પૂછે કે ‘ઘર તારું કેવડું?’
મારા વાલમજી બાથ ભરે એવડું
આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટ ફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો !
-રમેશ પારેખ